-
પરીક્ષામાં કોઇ સામાન્ય ઉમેદવાર કે સામાન્ય વિદ્યાર્થી ચોરી કરે તો સમજી શકાય પણ જે પોતે આઇપીએસ અધિકારી છે અને સત્તાવાર રીતે એએસપીના હોદ્દા પર છે તેવી વ્યક્તિ પરીક્ષામાં ચોરી કરે ત્યારે એમ કહી શકાય કે આ તે કેવા આઇપીએસ અધિકારી છે? વાત છે સફીર કરીમ નામના ઉચ્ચ પોલીસ અધિકારીની. તેમણે યુપીએસસીની પરીક્ષા આપી. પરીક્ષામાં તેઓ આધુનિક મોબાઇલના સાધનો જેવા કે બ્લ્યુ ટૂથ વડે પરીક્ષા હોલમાંથી સવાલ મોકલીને તેના પર જવાબ મંગાવીને લખતા હતા. મજાની વાત તો એ છે કે તેને સવાલોના જવાબો મોકલનાર અન્ય કોઇ નહીં પણ તેમની જ સુશિક્ષિત પત્ની હતી. એટલું જ નહીં તેમની પત્ની જોયસ જોય આઇએએસની પરીક્ષાના કોચીંગ ક્લાસ ચલાવે છે. પતિને પરીક્ષામાં પાસ થવામાં ગેરકાયદે મદદ કરનાર પત્ની કોચીંગ ક્લાસમાં વિધ્યાર્થીઓને શું આવુ જ ભણાવતાં હશે? શિક્ષણ ક્ષેત્રની આ સૌથી મોટી શરમ છે. પોલીસે પરીક્ષામાં ચોરી કરનાર આઇપીએસ અને તેની પત્નીની ધરપકડ કરી છે. આ આઇપીએસ અધિકારી તામિલનાડૂના તિરૂનેવેલી ખાતે એએસપી છે.