મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યું છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ચેન્નાઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા 176 રન બનાવ્યા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 16મી ઓવરમાં 9 વિકેટ બાકી રહેતા પોતાના ઘરઆંગણે મેચ જીતી લીધી. મુંબઈની ટીમે હવે જીતની હેટ્રિક ફટકારીને પ્લેઓફ માટે પોતાની આશા મજબૂત કરી છે. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ મુંબઈની જીતના હીરો હતા, બંનેએ શક્તિશાળી અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.