ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની IPL 2023ની ફાઈનલ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. અને આવતીકાલ રિઝર્વ ડે પર મેચ રમાડવાનો નિર્ણય કરાયો છે. દર્શકોને ખાસ અપીલ કરાઈ હતી કે તેમની ટિકિટ સાચવી રાખે. 29મેના રોજ રમાનારી મૅચ દરમ્યાન આ ટિકિટ માન્ય ગણાશે તેવી BCCI દ્વારા જાહેરાત કરાઈ હતી. અમદાવાદમાં ધોધમાર વરસાદ પડતાં મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાણી ભરાયા હતા. ઉપરાંત વરસાદ પણ સતત પડી રહ્યો હતો, જેના કારણે મેચ આગળ રમાઈ શકી ન હતી. જોકે અંતે મેચ આવતીકાલે રિઝર્વ ડે પર રમાડવાનો નિર્ણય કરાયો છે. IPL મેનેજમેન્ટ, એમ્પાયર અને રેફરી દ્વારા પીચનું નિરિક્ષણ કરાયા બાદ આજે મેચ રમાવાની કોઈ સંભાવના જોવા મળી નહતી, જેના કારણે મેચને રિઝર્વ ડે પર રમાડવાનો નિર્ણય કરાયો હતો.