આઇપીએલની મેગા હરાજીમાં ઝારખંડનો વિકેટકિપર બેટસમેન ઇશાન કિશન આજનો સ્ટાર ખેલાડી રહ્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સે તેના માટે રૂ. 15.25 કરોડ ખર્ચીને તેમની ટીમમાં તેને રીલીઝ કર્યા પછી ફરી જાળવી રાખ્યો છે. હરાજીમાં યુવરાજ સિંઘ (16 કરોડ) પછીનો તે સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.
આજની આઇપીએલમાં ભાગ લેનારી 10 ટીમોના માલિક કે તેમના પ્રતિનિિધ, હેડ કોચ, મેન્ટરે પોતપોતાના રાઉન્ડ ટેબલ પર બેસીને હરાજીમાં ભાગ લીધો હતો. ગુજરાત ટાઇટન્સે ફર્ગ્યુસન (10) અને તેવટિયા (9 કરોડ) માટે 19 કરોડ ખર્ચી નાખતા ચાહકો નિરાશ થયા હતા.
ચાહરને ચેન્નાઇએ 14 કરોડ, શ્રેયસ ઐય્યરને કોલકાતાએ 12.25 કરોડમાં ખરીદ્યો હતો.અવેશખાનને લખનૌએ 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શાહરૂખખાનને પણ પંજાબે 9 કરોડમાં ખરીદી વાતાવરણમાં રોચકતા ઉમેરી હતી.
ગુજરાતી ખેલાડી ફાસ્ટ બોલર હર્ષલ પટેલને બેંગ્લોરની ટીમે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જો કે વિદેશી ખેલાડીઓમાં સૌથી વધુ આશ્ચર્ય શ્રીલંકાના સ્પીનર ઓલરાઉન્ડર હસારંગાએ સર્જ્યુ . તેને બેંગ્લોરે 10.75 કરોડમાં ખરીદ્યો હતો.