ચેન્નઈમાં આઈપીએલની હરાજી શરૂ થઈ છે. આજે અહીં સૌથી મોટો ઈતિહાસ રચાયો છે. આફ્રિકાનો ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડની રકમ આપીને ખરીદ્યો છે. આ પહેલા આઈપીએલમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે યુવરાજ સિંહનું નામ હતું. યુવરાજને 2014મા દિલ્હી કેપિટલ્સે 16 કરોડમાં ખરીદ્યો હતો. તો ગયા વર્ષે પેટ કમિન્સ સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેને 15.50 કરોડમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે ખરીદ્યો હતો. હવે ક્રિસ મોરિસે આ બધા રેકોર્ડ તોડી દીધા છે. મહત્વનું છે કે આ સીઝનમાં મોરિસે તેની બેઝ પ્રાઇઝ 75 લાખ રૂપિયા રાખી હતી.