IPL 2025માં આજે (19 એપ્રિલ) રાજસ્થાન રોયલ્સ (RR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં ભારે રસાકસી બાદ લખનઉ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને બે રનથી મ્હાત આપી છે. ટોસ જીત્યા બાદ લખનઉના કેપ્ટન રિષભ પંતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનઉએ પ્રથમ બેટિંગ કરતા 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 178 રન જ બનાવી શકી હતી