ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની પાંચમી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાયો છે. જેમાં પંજાબે ગુજરાતને 11 રનથી હરાવ્યું છે. અમદાવાદમાં રમાઈ રહેલી આ મેચમાં ગુજરાત ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પંજાબની ટીમને બેટિંગ આપી હતી. જેમાં પંજાબે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 243 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને માત્ર 232 રન બનાવી શકી.