ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનની છઠ્ઠી મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં કોલકાતાએ 8 વિકેટથી જીત મેળવી. જણાવી દઈએ કે, કોલકાતા અને રાજસ્થાન બંનેને પોત-પોતાની પહેલી મેચ હાર મળી હતી. પરંતુ કોલકાતાએ પોતાની જીતનું ખાતું ખોલાવ્યું છે, બીજી તરફ રાજસ્થાનને સતત બીજી મેચમાં હાર મળી છે.