આઈપીએલ-2024માં આજ (21 મે)ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. તો બીજી તરફ હૈદરાબાદને (24 મે)એ બીજી ક્વોલિફાયર મેચમાં રમવાની તક મળી છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમ (Ahmedabad Narendra Modi Stadium)માં રમાયેલી મેચમાં હૈદરાબાદની ટીમ 19.3 ઓવરમાં 159 રને ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં કોલકાતાની ટીમે માત્ર બે વિકેટ ગુમાવી 13.4 ઓવરમાં 164 રન ફટકારી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. કેકેઆર તરફથી વેંકટેશ ઐય્યર અને શ્રેયસ ઐય્યરે ફિફ્ટી ફટકારી છે, જ્યારે મિશેલ સ્ટાર્કે દમદાર બોલિંગ કરી હૈદરાબાદને મોટો સ્કોર કરતા અટકાવવામાં મળત્વની સફળતા મેળવી છે.