કોલકાતા નાઇટ રાઇટર્સે આઈ.પી.એલ.માં ચેમ્પિયન બનતા સનરાઇઝર્સ હૈદરાબાદને આઈ.પી.એલ.ની તમામ સીઝનની સૌથી એકતરફી કહી શકાય તેવી ફાઈનલમાં આઠ વિકેટથી પરાજય આપ્યો હતો. હૈદરાબાદ ૧૮.૩ ઓવરમાં ઓલઆઉટ થયું હતું. કોલકતાએ ૧૦.૩ ઓવરમાં ૨ વિકેટ ગુમાવી ટાર્ગેટ પાર પાડયો હતો. આમ આ મેચ કુલ ૨૯ ઓવરોમાં જ પુરી થઇ ગઇ હતી. આ પણ આઈપીએલના ઇતિહાસનો રેકોર્ડ છે. કોલકાતાને ચેમ્પિયન બનવા બદલ રૂ. ૨૦ કરોડ, રનર એપ હૈદરાબાદને રૂ. ૧૩ કરોડ ઇનામ તરીકે મળ્યા હતા.