IPL-2023માં આજે મુંબઈ ઈન્ડિયન્સનો સનરાઝર્સ હૈદરાબાદ સામે 8 વિકેટે ભવ્ય વિજય થયો છે. હૈદરાબાદના 20 ઓવરમાં 200 રનના જવાબમાં મુંબઈની ટીમે માત્ર 2 વિકેટ ગુમાવી 201 રન કરતા તેનો વિજય થયો છે. આજની મેચમાં હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલ અને વિવરન્ટ શર્માએ ફટકારેલી ફિફ્ટી નિષ્ફળ ગઈ હતી. તો મુંબઈ તરફથી પણ કેમરોન ગ્રીનની સદી અને કેપ્ટન રોહિત શર્માની ફિફ્ટીએ મુંબઈને સરળતાથી ભવ્ય જીત અપાવી હતી. બોલરોની વાત કરીએ તો મુંબઈ તરફથી આકાશ વેધવાલે 4 વિકેટ ઝડપી હતી.