IPL-2023માં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સનો ગુજરાત સામે 5 રને વિજય થયો છે. દિલ્હીએ નિર્ધારીત 20 ઓવરમાં 8 વિકેટે 130 રન નોંધાવ્યા હતા. જેનાજવાબમાં ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 125 રન નોંધાવ્યા હતા. દિલ્હીની ટીમનું શરૂઆતથી જ નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતું, ગુજરતાની સ્થિતિ પણ એવી હતી. જોકે દિલ્હીની ટીમના પૂંછળીયા ખેલાડીઓ અમર ખાન, અક્ષર પટેલ અને રીપલ પટેલે દિલ્હીની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. તો ગુજરાત તરફથી મોહમ્મદ સામી છવાયો હતો. મોહમ્મદ સામીએ દિલ્હીને ઓછા સ્કોરે પછાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ અગાઉ ગુજરાત ટાઈટન્સ સામે દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બેટીંગ પસંદ કરી હતી.