IPL-2023માં 48મી લીગ મેચમાં આજે ગત વર્ષની ફાઈનલિસ્ટ ટીમ વચ્ચે ટક્કર શરુ થઈ ગઈ છે. અત્યારે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. રાજસ્થાન અને ગુજરાતની બંને ટીમો પોતાની અગાઉની મેચ હારી ચૂકી છે. આ સ્થિતિમાં બંને જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી ગઈ. રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.