ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવી IPL-2023ની ફાઈનલમાં મેચમાં ટિકિટ પાક્કી કરી લીધી છે. ગુજરાતની ટીમ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફાઈનલ મેચ રમશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL-2023ની બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાતના 20 ઓવરમાં 3 વિકેટે 233 રનના જવાબમાં મુંબઈની ટીમે 18.2 ઓવરમાં 171 રને ઓલઆઉટ થતાં ગુજરાતનો 62 રને વિજય થયો છે. આજની મેચમાં ફરી શુભમન ગીલની આક્રમક બેટીંગ જોવા મળી હતી.