IPL-2023માં આજે ગુજરાત ટાઈટન્સનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 54 રને વિજય થયો છે. શુભમન ગીલની સદી અને સાઈ સુદર્શનની તોફાની બેટીંગના કારણે ગુજરાત મોટો સ્કોર બનાવવામાં સફળ થયું હતું. તો મહંમદ સામી અને મોહિત શર્માની 4-4 વિકેટના કારણે ગુજરાતનો વિજય થયો હતો. ગુજરાતે નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવ્યા હતા, જેના જવાબમાં હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 154 રન કર્યા હતા.