IPL-2023ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સે હરાવી પાંચમી વખત ટાઈટલ્સ જીતી લીધું છે. રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બોલે ફોર ફટકારી ચેન્નાઈની ટીમને 5 વિકેટે વિજય અપાવ્યો છે. આ સાથે ચેન્નાઈની ટીમે ફાઈનલ મેચમાં ટાઈટલ જીતવા મામલે મુંબઈ ઈન્ડયન્સની બરાબરી કરી લીધી છે. મુંબઈએ પણ અત્યાર સુધીમાં કુલ 5 ટાઈટલ્સ જીત્યા છે. ગુજરાતની ટીમે સાંઈ સુદર્શન અને રિદ્ધિમાન સાહાની તોફાની બેટીંગની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. આજની મેચમાં પણ વરસાદ પડતા મેચમાં ઓવરોમાં ઘટાડો કરાયો હતો અને ચેન્નાઈને જીતવા માટે 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ અપાયો હતો, જેમાં ચેન્નાઈ તરફથી રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરના અંતિમ બોલે 4 રન ફટકારતા CSKનો વિજય થયો છે.