IPL-2023માં આજે ફિલિપ સોલ્ટની ધમાકેદાર બેટીંગના કારણે દિલ્હી કેપિટલ્સનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 7 વિકેટે વિજય થયો છે. બેંગ્લોરે નિર્ધારીત 20 ઓવરમાં 4 વિકેટે 181 રન કર્યા હતા, જેના જવાબમાં દિલ્હીએ 16.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 187 રન કરતા DCનો 7 વિકેટે વિજય થયો છો. દિલ્હી તરફથી ફિલિપ સોલ્ટે તોફાની બેટીંગ કરી હતી, તો રિલે રોસોઉવ, મિશેલ માર્શ, ડેવિડ વોર્નરે પણ મહત્વનું યોગદાન આપતા દિલ્હીનો બેંગ્લોર સામે વિજય થયો હતો.