Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

IPL-2023માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં બેંગ્લોરની ટીમે 19.2 ઓવરમાં 2 વિકેટે 187 રન કરી જીત મેળવી લીધી છે. આજની મેચમાં વિરાટ કોહલીનો જલવો જોવા મળ્યો હતો. કોહલીએ 63 બોલમાં 12 ફોર અને 2 સિક્સ સાથે સદી ફટકારી હતી, જો ડુ પ્લેસીસે 47 બોલમાં 7 ફોર અને 2 સિક્સ સાથે 87 રન કરતા ટીમનો ભવ્ય વિજય થયો હતો. તો બીજી તરફ હેનરિક ક્લાસેન તોફાની બેટીંગની મદદથી હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 186 ફટકાર્યા હતા, જોકે તેની મહેનત એડે ગઈ હતી. ચોથા ક્રમાંકે આવેલા હેનરિક ક્લાસેને બાજી સંભાળતા મેદાનમાં ચારેકોર ફોર-સિક્સનો વરસાદ કરી દીધો હતો. તો માઈકલ બ્રેસવેલે પણ હૈદરાબાદના ઓપનિંગ બેટ્સમેનો સસ્તામાં આઉટ કરી પેવેલીયન ભેગા કરી દીધા હતા, જોકે ત્યારબાદ ક્લાસેને બાજી સંભાળતા હૈદરાબાદની ટીમ મોટો સ્કોર ઉભો કરવામાં સફળ થઈ હતી. આ અગાઉ બેંગ્લોરે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ