બીસીસીઆઈએ આઇપીએલ 2021નું શિડ્યૂલ જાહેર કરી દીધું છે. આ સીઝનની શરૂઆત 9 એપ્રિલથી થશે અને તેની ફાઇનલ મેચ 30 મેના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. IPL 2021ની બે ક્વોલીફાયર, એલિમિનેટર અને ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. નોંધનીય છે કે, બીસીસીઆઈ તરફથી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે આ વખતની આઇપીએલ પણ ક્લોઝ ડોર યોજવામાં આવશે.
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને આ વખતે પણ IPL 2021 પ્રેક્ષકો વગર યોજવામાં આવશે. પરંતુ સ્થિતિનું આકલન કરીને ટૂર્નામેન્ટની પાછળની મેચો માટે જરૂરી નિર્ણય લેવામાં આવી શકે છે. એનો અર્થ એ થયો કે ટૂર્નામેન્ટની પાછળની મેચોમાં જ કદાચ પ્રેક્ષકોને સ્ટેડિયમમાં બેસીને ક્રિકેટનો આનંદ માણી શકે.