યુવા કેપ્ટન ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની પોતાની પહેલી મેચમાં મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સને સાત વિકેટથી પરાજય આપ્યો હતો. પૃથ્વી શો અને શિખર ધવનની વિસ્ફોટક અર્ધસદીના આધારે દિલ્હીની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સના 189 રનના લક્ષ્યાંકને સરળતાથી હાંસલ કરી લીધો. પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની બંને માટે ખરાબ સાબિત થઈ હતી. ગઇકાલે ધોની ખાતું ખોલાવ્યા વિના બોલ્ડ થઇ ગયા હતા. આ મેચ બાદ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે તેમની ટીમને દંડ ફટકાર્યો છે.