ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 13મી સીઝનનો પ્રારંભ યૂએઈમાં થઈ ગયો છે. પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે પરાજય આપીને ટૂર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સે ફાફ ડુ પ્લેસિસ (58*) અને અંબાતી રાયડૂ (71)ની શાનદાર બેટિંગની મદદથી 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર અંબાતી રાયડૂને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.