Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

IPLની ગવર્નિંગ કાઉન્સિલની ગઈકાલે (રવિવારે) બેઠક યોજાઈ હતી. BCCIના જણાવ્યા મુજબ IPL માટે ભારત સરકારે મંજૂરી આપી દીધી છે. IPLનું શિડ્યૂલ નક્કી થઈ ગયું છે. આ ટુર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે UAEમાં રમાશે. મેચ સાજે 7.30 કલાકે શરૂ થશે.

ન્યૂઝ એજન્સી IANS સાથે વાત કરતાં BCCIના અધિકારીએ જણાવ્યું, ટુર્નામેન્ટ 19 સપ્ટેમ્બરે શરૂ થઈને 53 દિવસ સુધી ચાલશે. ફાઈનલ 10 નવેમ્બરે રમાશે, જેનાથી પ્રસારણકર્તાને દિવાળી સપ્તાહનો લાભ મળશે. 10 ડબલ હેડર (દિવસમાં બે મેચ)નું પણ પ્લાનિંગ છે. ખેલાડીઓએ પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવું પડશે.

અધિકારીએ કહ્યું, પ્રથમ વખત IPL ફાઈનલ વીકેન્ડમાં નહીં પણ વીક ડેમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકથી મેચ શરૂ થશે. સામાન્ય રીતે IPLની રાત્રિ મેચો 8 વાગ્યાથી શરૂ થતી હોય છે પરંતુ આ વખતે અડધો કલાક વહેલા શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત BCCIએ મહિલાઓની IPL પણ યોજાશે તેમ જણાવ્યું હતું. IPLમાં કોવિડ-19 રિપ્લેસમેન્ટ કરી શકાશે તેમ પણ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નક્કી થયું હતું.

ચાઈનીઝ કંપની સહિત IPLના તમામ સ્પોન્સર પણ જળવાઈ રહેશે. એટલે કે આ વખતે પણ મુખ્ય સ્પોન્સર ચાઈનીઝ કંપની વીવો જ રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ