ઈન્ડિયન પ્રીમિયર લીગ-2019ના પ્રારંભના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ 23 માર્ચે રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે પોતાના ઘરઆંગણે એટલે કે ચેન્નાઇ ખાતે રમીને ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)નો પ્રારંભ કરશે. IPLના પ્રથમ બે અઠવાડિયાનું જ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણીના લીધે આ શિડ્યુલ શરતોને આધીન છે એટલે કે તેમાં જરૂર પડે તો ફેરફાર થઇ શકે છે. અત્યારે જાહેર કરેલા શિડ્યુલ પ્રમાણે 23 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન 17 મેચ રમાશે તો 24, 30 અને 31મી તારીખે બે-બે મેચો રમાશે.