કેન્દ્ર સરકારે ૧૯૯૬ બેચના કુલ ૧૦૦ આઈપીએસ અધિકારીઓમાંથી ૨૬ આઈપીએસ અધિકારીઓને ઈમ્પેનલ્ડ કર્યા છે. જેમાંથી ગુજરાત કેડરના ૧૯૯૬ બેચના ૪ આઈપીએસ અધિકારીઓમાંથી માત્ર એક જ અધિકારી આઈજીપી નરસિહ્મા કોમરની પસંદગી થઈ છે. આ જ બેચના ડો. પ્રફુલ્લા રૌશન કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર હોવા છતાં ઈમ્પેનલ્ડ થયા નથી.કેન્દ્રીય ગૃહ વિભાગ આઈપીએસ અધિકારીઓનું ઈમ્પેનલ્ડ કરતું હોય છે.