ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમને આજે સુપ્રીમ કોર્ટે એક જોરદાર આંચકો આપ્યો હતો. તેમની આગોતરા જામીનની અરજી ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે ધરપકડ તો થઇ ચૂકી છે. એટલે આગોતરા જામીનની અરજીનો કશો અર્થ રહેતો નથી. તમે નવેસર જામીનની અરજી કરો.
કોર્ટે સીબીઆઇની કામગીરીમાં દખલ કરવાનો પણ ઇનકાર કર્યો હતો. ચિદંબરમના વકીલ અને સિનિયર કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે ચિદંબરમના મૂળભૂત અધિકારોના રક્ષણની દલીલ કરી હતી.
કપિલ સિબ્બલે કોર્ટને એવી વિનંતી પણ કરી હતી કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજી આજે ન સાંભળો. તેમની એફિડેવિટની નકલ અમને ફક્ત ગઇ કાલે મળી છે. અમારે એેનો જવાબ તૈયાર કરવા માટે સમયની જરૂર છે. માટે આજે ઇડીની અરજી ધ્યાનમાં ન લેા એવી વિનંતી છે. કપિલ સિબ્બલે એવી પણ દલીલ કરી હતી કે ચિદંબરમ વિદેશમાં સંપત્તિ ધરાવતા હોય તો સરકારે આજ સુધી જપ્ત કેમ નથી કરી.