INX મીડિયા સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર મામલે આરોપી બનાવવામાં આવેલા પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમની આગોતરા જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા મામલે ચિદમ્બરમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જ્યારે ઈડીએ મનિ લોન્ડરિંગ મામલે ફરિયાદ દાખલ કરી છે. જસ્ટિસ સુનીલ ગૌડેએ દરેક પક્ષની દલીલ સાંભળ્યા પછી ચિદમ્બરમના આગોતરા જામીન વિશે 25 જાન્યુઆરી નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો. નોંધનીય છે કે, ઈડી અને સીબીઆઈ બંનેએ ચીદમ્બરના આગોતરા જામીનનો વિરોધ કર્યો છે.