નીટ-યુજી ૨૦૨૪ પરીક્ષાને રદ કરવા સુપ્રીમ કોર્ટમાં વધુ ૨૦ વિદ્યાર્થીઓએ અરજી કરી છે. તેમણે સુપ્રીમ કોર્ટના નિરીક્ષણમાં સીબીઆઈ અથવા અન્ય સ્વતંત્ર એજન્સી દ્વારા પાંચ મેના રોજ યોજાયેલી પરીક્ષામાં ગેરરીતિઓની તપાસની માગણી કરી છે. બીજીબાજુ બિહાર, ગુજરાત, હરિયાણામાં નીટના પેપર લીક થયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.