નવા સંસદભવનના ઉદ્ઘાટન માટેનું આમંત્રણ દેશના તમામ સાંસદો અને અગ્રણી નેતાઓને મોકલવામાં આવ્યું છે. તેમાં લોકસભા અને રાજ્યસભાના તમામ પૂર્વ સ્પીકર અને અધ્યક્ષો, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને બંને ગૃહોના સાંસદોનો સમાવેશ થાય છે. આમંત્રણ પત્ર ભૌતિક અને ડિજિટલ બંને સ્વરૂપમાં મોકલવામાં આવ્યો છે. આ સિવાય ભારત સરકારના તમામ મંત્રાલયોના સચિવોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો આ કાર્યક્રમનો બહિષ્કાર કરી શકે છે.