ભારતીય શેર બજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વેચવાલી બાદ આજે આક્રમક ખરીદદાર બનતાં શેરોમાં સાર્વત્રિક તેજીનું તોફાન થતાં નિફટી ઈન્ડેક્સ પ્રથમ વખત 16000ની સપાટી કુદાવી 16146 અને સેન્સેક્સે 53888નો નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યો હતો.
શેરોમાં ઓલ રાઉન્મડ તેજીએ આજે રોકાણકારોની સંપતિ-બજારનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન એક દિવસમાં રૂ.3.30 લાખ કરોડ વધીને રૂ.240.04 લાખ કરોડની નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું હતું. માર્કેટ કેપિટલાઈઝેશનમાં એક વર્ષમાં 3,ઓગસ્ટ 2020ની રૂ.146.15 લાખ કરોડથી અત્યાર સુધીમાં રૂ.93.89 લાખ કરોડનો જંગી વધારો નોંધાયો છે. જ્યારે ચાલુ કેલેન્ડર વર્ષમાં 4,જાન્યુઆરી 2021ના રૂ.191.69 લાખ કરોડથી અત્યાર સુધીમાં રૂ.47.35 લાખ કરોડનો વધારો થયો છે.