આગામી નવા વર્ષમાં અમેરિકા તેમજ અન્ય દેશો દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા તેમજ પ્રતિકૂળ પરિબળો વચ્ચે ક્રૂડના ભાવમાં નરમાઈ સહિતના પરિબળો પાછળ આજે વિદેશી તેમજ સ્થાનિક રોકાણકારો સહિત ચોમેરની નીકળેલી નવી લેવાલી પાછળ ભારતીય શેરબજારમાં આજે સાંતા-રેલી જોવા મળી હતી. આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સે નવી ઓલટાઇમ હાઇ રચી કામકાજના અંતે અનુક્રમે ૭૨૦૩૮ અને ૨૧૬૫૫ની નવી ઉંચી સપાટીએ બંધ રહ્યા હતા. સેન્સેક્સની તેજીના પગલે રોકાણકારોની સંપત્તિ પણ વધીને રૂ. ૩૬૧.૩૨ લાખ કરોડની વિક્રમી ટોચે પહોંચી ગઈ હતી.