વૈશ્વિક બજારોમાં મજબૂતી, ફરી દેશમાં ચૂંટણી બાદ સ્થિર મજબૂત સરકાર રચાવાના વિશ્વાસ, ક્રુડ ઓઈલના ભાવ વધતાં અટકી ઘટી આવવા સહિતના પોઝિટીવ પરિબળોએ આજે ભારતીય શેર બજારોમાં અવિરત નવા વિક્રમો સર્જાયા હતા. સેન્સેક્સ, નિફટી બેઝડ આજે નવી ઊંચાઈના ઈતિહાસ રચાયા સાથે શેરોમાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે પ્રથમ વખત રૂ.૪૦૦ લાખ કરોડનો આંક પાર કરી રૂ. ૪૦૦.૮૬ લાખ કરોડની નવી ઐતિહાસિક ઊંચાઈ પહોંચ્યું હતું. આ સાથે છેલ્લા ૯ મહિનામાં માર્કેટ કેપ.માં રૂ.૧૦૦ લાખ કરોડનો રેકોર્ડ ઉમેરો થયો છે. જ્યારે કુલ માર્કેટ કેપિટલાઈઝેશનને રૂ.૨૦૦ લાખ કરોડથી રૂ.૪૦૦ લાખ કરોડ થવામાં ૩૮ મહિના થયા છે