-
મુંબઈ,ઈબ્રાહીમ પટેલ
-
બિટકોઇન કરતા સોનું વધુ સારું મૂડીરોકાણ છે? રોકાણકારો તરફથી આ પ્રશ્ન વારંવાર પુછાય છે. જો આપણે ૨૦૧૧થી ભાવનું આકલન કરીએ તો સોનાના ભાવ ૧૯૦૦ ડોલરથી ૪૦ ટકા ઘટીને ૧૨૩૦ ડોલર થયા છે, તે હજુ પણ ઘટવા તરફી ઝુકાવ ધરાવે છે. આથી વિપરીત છેલ્લા સાત વર્ષમાં બિટકોઇન ૩૦ ડોલરથી ૧૩,૭૦૦ ટકા વધીને સોમવારે ૩૭૧૫ ડોલર થયો હતો. આમ જોવા જઈએ તો સોનાના ભાવ તાજેતરમાં વધ્યા છે અને બિટકોઇન ઘટ્યા હોવા છતાં, બન્ને વચ્ચેના સંબંધ ઉલટી દિશાના છે. છેલ્લા એક વર્ષની મંદીબજાર અને કેટલાંક મહિનાઓમાં જગતની જાણીતી ડીજીટલ કરન્સી બિટકોઇન ૭૫ ટકા ઘટીને નવા મેલ્ટીંગ સ્ટેજ પર પહોચી ગઈ છે. તાજેતરનાં થોડાજ દિવસમાં બિટકોઇનનાં ભાવ ૩૭ ટકા તૂટ્યા છે. જો ગતવર્ષના ૧૯,૫૦૦ ડોલરની સર્વોચ્ચ સપાટીથી જોઈએ તો ક્રીપ્ટોકરન્સીનો આ ભાવ ઘટાડો, અભૂતપૂર્વ ગણાય. જો લાંબાગાળાનો વિચાર કરીએ તો, જાગતિક અર્થતંત્રોની કડક નીતિ, નબળા વિકાસદરની ચિંતા, ડોલરની ઘટવાની મોમેન્ટમ અને રોકાણકારોનું અમેરિકન ટ્રેઝરી તરફ વધતું આકર્ષણ સોનાને ટેકારૂપ બની રહેશે. ગત સપ્તાહે સોનું ૦.૭૦ ટકા વધીને બે સપ્તાહની ઉંચાઈએ ગયું હતું. નબળા ડોલરના ટેકે સોનું ૧૨૩૦ ડોલર આસપાસ રેન્જબાઉન્ડ થયું છે. ક્રીપ્ટોકરન્સીને બાજુ પર રાખીએ તો પણ ક્રુડ ઓઇલના ઝડપી ભાવ ઘટાડાએ રોકાણકારોને જોખમી એસેટ્સમાંથી હળવા થઇ જવાની ફરજ પાડી છે. માંગની તુલનાએ ઓઈલની સપ્લાય વેગથી વધી રહી છે, સામે માંગ પણ ઘટી રહી હોવાથી વેચવાલીનું જોર વધ્યું છે. બે સૌથી મોટા ગ્રાહક દેશો ચીન અને અમેરિકા વચ્ચેનાના ટ્રેડ વોરએ બજાર અચોક્કસતાને ઉજાગર કરી છે. આમ છતાં જો સોનાના વાર્ષિક ભાવ જોઈએ તો તે ગતવર્ષે વધ્યા ન હતા. જ્યારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં આજ સુધીમાં પાંચમી વખત વિક્રમ ડાઉનફોલ કરેકશન જોવાયું હતું. વાસ્તવમાં જાન્યુઆરીથી સોનાના ભાવ ૧૩૬૦ ડોલરથી ઘટીને ૧૨૩૦ ડોલર થયા છે.
-
જો બન્ને એસેટ્સનાં ડેટાનું અવલોકન કરવામાં આવે બન્ને વચ્ચે કોઈ હકારાત્મક કે નકારાત્મ સંબંધ જ નથી. અહી કહેવાનો મતલબ એ છે કે ક્રીપ્ટોકરન્સીમાં મોટા મોટા ગાબડા પડ્યા હોવાથી સોનાના ભાવ વધ્યા છે, એમ કહેવું વ્યાપકપણે અયોગ્ય ગણાશે. જોવા જઈએ તો સોના કરતા ક્રીપ્ટોકરન્સીમાં રોકાણકારોએ કરોડો રૂપિયા ગુમાવી દીધા છે. પણ સોનાના ભાવ પણ ઘટ્યા છે, તે તેના અલગ આંતરપ્રવાહને લીધે ઘટ્યા છે. જો સોના અને બિટકોઇનનો લાંબાગાળાના ટ્રેન્ડનો અભ્યાસ કરીએ તો ૨૦૦૯માં શોધાયેલા બિટકોઇનએ સોનાને સાવ ઝાંખું પાડી દીધું છે. બિટકોઇનનાં વર્તમાન ભાવ ટ્રેન્ડને જોઇને જો કોઈ એવી દલીલ કરતુ હોય કે બિટકોઇન ૩૦૦૦ ડોલરની અંદર ઉતરી જશે તો તેનો લાભ સોનાને મળશે, તો તે સાવ ખોટી વાત છે.
અમેરિકન સંસદના ભૂતપૂર્વ સાંસદ રોન પોલએ કરેલા એક સર્વેક્ષણને આધારે કહ્યું હતું કે ૨૨થી ૩૭ વર્ષના મહત્તમ યુવા રોકાણકારો અમેરિકન ડોલર અને સોના કરતા લાંબાગાળાના ઇન્વેસ્ટમેન્ટ તરીકે બિટકોઇનની પસંદગી પ્રથમ કરે છે. આવા નવયુવા રોકાણકારો સોનાને બદલે બિટકોઇનને પસંદ કરે છે તેમનો ઉદ્દેશ પણ સ્પષ્ટ છે, ફાયનાન્સીયલ બજારનો નવો ટ્રેન્ડ પણ ડીઝીટલાઈઝેશન તરફ વધુ આકર્ષિત છે. હવે સોનાની ખરીદ વેચાણમાં મોટી ફાયનાન્સીયલ સંસ્થાઓ અને બેંકો જ સક્રિય રહી છે, જ્યારે યુવા રોકાણકારો આવી પસંદગી નથી કરતા, એવું નવા અસંખ્ય અભ્યાસમાં સ્પષ્ટ જણાઈ આવ્યું છે. પણ લાંબાગાળે તો ફાયનાન્સીયલ ટેકનોલોજીસ (ફિન્ચ), બ્લોક્ચીન અને ક્રીપ્ટો જેવી ટેકનોલોજી જ ટકાઉ ભવિષ્ય ધરાવે છે. તા. ૨૭-૧૧-૨૦૧૮