માર્કેટ રેગ્યુલેટર સેબીએ અગમચેતીના પગલા તરીકે સ્મોલ અને મીડકેપ ફંડોના એસેટ મેનેજરોને ફંડ સાથે સંકળાયેલા જોખમોની વધુ માહિતી જાહેર કરવાની સુચના આપ્યા ના અહેવાલો પાછળ આજે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો. ચોમેરથી આવેલા વેચવાલીના દબાણ પાછળ આજે બીએસઈ સેન્સેક્સમાં ૭૯૦ પોઈન્ટનો તો બીજી તરફ એનએસઈના નિફ્ટી ઈન્ડેક્સમાં ૨૪૭ પોઈન્ટનો પ્રચંડ કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સના કડાકો પાછળ આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઈ માર્કેટ કેપ) રૂ. ૬ લાખ કરોડનું જંગી ધોવાણ થવા પામ્યું હતું.