રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ ત્રીજી ઓગસ્ટના રોજ પૂરાં થયેલા સપ્તાહના અંતે ભારતના બેન્કિંગ સેક્ટરનું કુલ ધિરાણ 12.7 ટકા વધીને રૂ. 86,79,741 કરોડ નોંધાયું છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાનગાળામાં બેન્કોએ આપેલા ધિરાણનું મૂલ્ય રૂ. 77,01,926 કરોડ હતું. આમ તો પખવાડિક સરખામણીએ પણ બેન્ક ક્રેડિટમાં પોઝિટિવ ગ્રોથ જોવા મળ્યો છે.