સરકારે જાહેર ક્ષેત્રની સાત કંપનીઓના ડાઈવેસ્ટમેન્ટને મંજૂરી આપી દીધી છે અને એ અંગેની કામગીરીનો પ્રારંભ કર્યો છે. સરકાર સાત કંપનીઓમાંથી 3 થી 15 ટકા ઈક્વિટીના વેચાણ દ્રારા રૂ.35000 કરોડ ઊભા કરશે. જે સાત કંપનીઓનું ડાઈવેસ્ટમેન્ટ કરવામાં આવશે એમાં એનએલસી, સેઈલ, એનએચપીસી, રૂરલ ઈલેકટ્રિફિકેશન કોર્પોરેશન અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનનો સમાવેશ થાય છે.