Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના IAS અધિકારી શ્રી ગૌરવ દહિયા વિરૂધ્ધ લગ્ન બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદ અંગે તલસ્પર્શી તપાસ માટે ત્રણ IAS અધિકારીઓ સમેત પાંચ સભ્યોની તપાસ સમિતી નિમવાનો નિર્ણય કર્યો છે.આ તપાસ સમિતિને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર જે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે તેમાં અધ્યક્ષા તરીકે અગ્ર સચિવ શ્રીમતી સૂનયના તોમર રહેશે.

તપાસ સમિતિના અન્ય સભ્યોમાં શ્રીમતી મમતા વર્મા- IAS, શ્રીમતી સોનલ મિશ્રા – IAS તથા બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુકત સચિવ શ્રીમતી દેવીબહેન પંડયા અને સભ્ય સચિવ તરીકે   નાયબ – સંયુકત કે અધિક સચિવ કક્ષા ના અધિકારી રહેશે.અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, શ્રી ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર તરીકે ફરજરત હતા તે દરમ્યાન તેમની સામે આક્ષેપો થતાં રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી તા. રર જુલાઇએ તેમની બદલી કરીને સંયુકત સચિવ (આયોજન) સામાન્ય વહીવટ વિભાગમાં મૂકેલા છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ