Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કલાતીર્થ ટ્રસ્ટ- સુરત દ્વારા પ્રકાશિત કલાગંગોત્રી ગ્રંથ -૭, લેખક અને તસ્વીરકારઃ આલાપ બ્રહ્મભટ્ટ . આ કલા ગ્રંથનો આજે પરિચય એટલા માટે કરાવવો જરૂરી છે કે ભારતીય સંસ્કૃતિની પરંપરાનો પરિચય અને આ વારસો જાણવાનો અવસર આલાપ બ્રહ્મભટ્ટ દ્વારા વાંચકોને મળે છે. આ ગ્રંથ વિષે રમણીક ઝાપડીયા ( કલાતીર્થ ટ્રસ્ટ- સુરત ) જણાવે છેકે જિવાતી જીવનરીતિ અને મૌખિક સાહિત્ય દ્વારા કોઈ ખાસ જાતિ વિશેષની સંસ્કૃતિનો ઇતિહાસ આલેખવાના પ્રયત કરવામાં આવ્યા છે.. આવા અભ્યાસીઓ પોતાના સંશોધન અને અધ્યયન- ક્ષેત્રમાં લોકજીવનની રૂપરેખા વર્તમાન લોકજીવન અને મૌખિક સાહિત્યમાં સમયના પ્રવાહમાં ટકી રહેલા પૂર્વકાળના અવશેષો દ્વારા બાંધે છે. મૌખિક સાહિત્યમાંથી પણ જે કંઈ પ્રાપ્ત થાય છે તે ફક્ત વર્તમાન જીવન સંદર્ભને જ વ્યક્ત કરે છે એવું નહીં કહી શકાય તેમાં ઘણું બધું પ્રાચીન હોય છે.. વર્તમાન સંસ્કૃતિ ફક્ત વર્તમાન સમયની વ્યવહાર અને ચિંતનની પ્રથા જ નથી તે પરંપરા પણ છે.. આ પરંપરામાં ઘણું બધું જનું સચવાયેલું હોય છે. આ સચવાયેલા અવરોષો પોતાના યુગનો- તે સમયની સંસ્કૃતિનો ઇતિહાસ પ્રગટ કરે છે.. કાળના પ્રવાહમાં સ્થિર રહેલા આ અવશેષો અને આજદિન સુધી ચાલી આવતી પરંપરિત જીવનરીતિ કોઈપણ સંસ્કૃતિની સંરચનાની વ્યાખ્યાનું એક મૂલ્યવાન સાધન છે. આ સચવાઈ રહેલા અવશેષોનુ અન્વેષણ કરતાં કરતાં આપણે જે તે સંસ્કૃતિના મૂળ સુધી પહોંચી શકીએ.. અહીં આદિવાસી જીવનરીતિ,મૌખિક સાહિત્યમાં ટકી રહેલા પૂર્વકાલીન સામાજીક અવશેષો અને સચવાયેલી ભૌતિક સાંસ્કૃતિક સંપદાના આધારે આદિજાતિનું કલાસૌંદર્ય... ગુજરાતના આદિજાતિઓના સમૂહમાં રહીને તેમના લોકજીવનની પરંપરાઓ ઉપર તસવીરકલાના માધ્યમથી ખૂબ મોટું કામ કરીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે તેવા દ્રશ્યશ્રાવ્ય નિર્માણ વિભાગ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના કાર્યકારી અધ્યક્ષ આલાપ બ્રહ્મભટ્ટે ૪૩૧ જેટલી સપ્તરંગી તસવીરો સાથે આલેખીને ગૌરવવંતુ કાર્ય કર્યું છે ભારતમાં પ્રાગૈતિહાસિક યુગનો પ્રારંભ એક લાખ વર્ષથી પણ પહેલા થયા ના એંધાણ છે પણ તેનો છેલ્લો સમય ખંડ ૧૦થી ૮ હજાર વર્ષ પહેલાનો માનવામાં આવે છે.. જે અંતિમ પાપાણ યુગના નામથી

ઓળખાય છે. આ સમયે "નિષાદ પ્રજાવસતી હતી.. નિશાદ એ જ આજના આદિવાસીઓ એમ ખ્યાત ઇતિહાસવિદો રોબર્ટ શેફર અને ડિ.ડિ. કોસામ્બી દ્રઢતાપૂર્વક માને છે. ભારતીય સભ્યતાના વિકાસમાં આદિ- આદિજાતિ ઓનો નોંધપાત્ર ફાળો છે.. આદિજાતિ ઓની પૂર્વકાલીન ધાર્મિક પૂજા વિધિઓ અને આ સમયે ગાવામાં અને કથવામાં આવતી 'સૃષ્ટિ(પૃથ્વી)ની ઉત્પત્તિકથા', 'અવતારકથા' 'ગૌતમ રખી (ગૌતમઋષિ)ને અંદર (ઈન્દ્ર)ની વારતા જેવી કથાઓનો પ્રભાવ આદિજાતિ સમાજના સામાજિક ધાર્મિકજીવન માં અત્યારે પણ એટલો જ પ્રબળ છે.. આ આદિજાતિ સંસ્કૃતિના કંઠસ્થ સાહિત્યના ઉપાદાન અન્ય પ્રાચીન જાતિઓએ પોતાની ભાષામાં આત્મસાત કરી લીધા હોય તેવો સંભાવના નકારી ન શકાય.. ઉપયોગી બનશે.

 આર્યોને દ્રવિડ, પુલિન, નિષાદ કે ભીલ આદિવાસી જેવી આર્યંતર સંસ્કારી પ્રજા પાસેથી જે વારસો મળ્યો હતો એ ભારતીય સંસ્કૃતિનો ધાર્મિક- સામાજિક પાયો ગણાય છે. કર્મ અને પુનર્જન્મ વિશેના વિચારો સર્પ- વૃક્ષ -લિંગપૂજા હોમની વૈદિક વિધિથી ભિન્ન ઉપાસના પૂજાવિધિ વગેરેના મૂળ આયંતર પ્રજામાં છે ..વર્તમાન ભારતીય સંસ્કૃતિનું સ્વરૂપ મુખ્યત્વે આર્ય અને દ્રવિડ નિષાદ કે આદિવાસી જેવી આર્ય પ્રજાના મિલન અને યોગદાનથી બંધાયું છે "ભારતીય સભ્યતાના કેવળ નોંડિકઆર્ય જાતિની ,લીન લોકોની જ સંસ્કૃતિ નથી.. એ તો એકાદ પથ્થર સ્થાપીને એના ઉપર સિંદૂર ચોપડી એની પૂજા કરનારા લોકોથી માંડી ને અદ્વૈતની મહત્તમ અનુભૂતિ સુધીના વૈવિધ્ધોથી પોતાના જીવનમાં રંગ ભરનાર અને ભારતભૂમિને રંગમયી, વિચારણીય, ગતિમથી બનાવતી વિવિધ પ્રથાઓ ની સહિયારી સંસ્કૃતિ છે." આદિજાતિ સમાજ વિશે ગ્રામ અને નગરમાં વસતા અન્ય સમાજના લોકોમાં અનેક પ્રકારની ગેરસમજો પ્રવર્તતી હોય છે.. આવી ગેરસમજો તોડવા માટે અને સમાજ સમાજ વચ્ચે ભાવાત્મક એકતા સ્થાપવા માટે પણ આ કલાગંગોત્રી ગ્રંથ ઉપયોગી થાય એવું છે.. વળી આદિજાતિ ભાઈ-માંડુ વચ્ચે કામ કરનાર સામાજિક -શૈક્ષણિક કાર્યકરો આદિજાતિ સમાજને તેના સાંસ્કૃતિક સંદર્ભમાં ઓળખી શકે એવો ખ્યાલ પણ આ કલાગંગોત્રી ગ્રંથ પાછળ રહેલો છે.. યંત્રયુગ અને આધુનિક શિક્ષણના પ્રભાવ તળે ગ્રામ અને નગરની સંસ્કૃતિની જેમ આદિવાસી સંસ્કૃતિ પણ ઝડપથી પરિવર્તન પામી રહી છે એવા સંજોગોમાં ભવિષ્યનો ઇતિહાસવિદ્, પુરાતત્ત્વવિદ્ અને સામાજિક માનવશાસ્ત્રી અતીતના બધા જ આધારો ગુમાવી ન બેસે અને આ આદિજાતિ સંસ્કૃતિ સંપદાનો ઉપયોગ કરી શકે તેવો આશય પણ આ કલાગંગોત્રી ગ્રંથ પાછળ રહેલો છે . આદિવાસી લોકવિદ્યાવિદ્, સંશોધક અને સાહિત્યસર્જક ડો. ભગવાનદાસ પટેલે કલાતીર્થ ટ્રસ્ટની પ્રવૃત્તિને પ્રમાણીને અભિનંદનીય ગણાવી છે ૨૩૨ જેટલા રંગીનપેજ સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં માં તૈયાર કરવામાં આવેલો આ ગ્રંથ આવનારા સમયમાં કલાક્ષેત્રે કાર્ય કરતી કલાસંસ્થાઓના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સંશોધન ક્ષેત્રે કામ કરનારા તજજ્ઞ અભ્યાસુઓને ઉપયોગી બનશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ