વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની અલગાવવાદી ગુરપતવંત સિંહ પન્નુનના મામલામાં ઈન્ટરપોલે ભારતને ફરી એક વખત ઝટકો આપ્યો છે. ઈન્ટરપોલે તેના સ્થાપક અને ખાલિસ્તાન તરફી સમર્થક ગુરપતવંત સિંહ પન્નુન કેનેડા સ્થિત શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના કાનૂની સલાહકાર સામે આતંકવાદના આરોપો પર રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની ભારતના બીજા અનુરોધને ફગાવી દીધો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, ભારતીય સત્તાવાળાઓ ગુરપતવંત સિંહ પન્નુન સાથે સંબંધિત કેસમાં પૂરતી માહિતી આપી શક્યા નથી. જેના કારણે ઈન્ટરપોલે આતંકવાદી પન્નુન વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાનો ઈનકાર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે, SFJ એટલે કે શીખ ફોર જસ્ટિસ એક આતંકવાદી સંગઠન છે અને ભારતમાં પ્રતિબંધિત છે.