ભારતના હવાઈ મુસાફરોની ફલાઈટમાં ઈન્ટરનેટ વપરાશની પ્રતિક્ષા ટૂંક સમયમાં પૂરી થશે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓકટોબર સુધીમાં 30,000 ફૂટની ઉંચાઈએ ઈન્ટરનેટના વપરાશની મંજૂરી આપવાની તૈયારી કરી રહ્યું છે. ટેલિકોમ કંપનીઓને બે મહિનામાં સવિર્સનો વિકલ્પ આપવામાં આવશે. ડીઓટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમે આ અંગેની માર્ગરેખાનો મુસદ્દો તૈયાર કરવામાં ટ્રાઈની ગાઈડલાઈન્સને અનુસર્યા છીએ.