બિહારના અનેક જિલ્લાઓમાં હજુ પણ વિદ્યાની દેવી સરસ્વતીના વિસર્જનને લઈને પથ્થરમારો, બે તરફી અથડામણ અને તણાવની સ્થિતિ છે. ઘણા જિલ્લાઓમાં સ્થિતિ કાબુમાં હોવાનું જણાય છે. ત્યારે દરભંગામાં સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરીને હિંસાને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને જોતા આખરે જિલ્લા વહીવટીતંત્રે ઇન્ટરનેટ પર પ્રતિબંધનો આદેશ જારી કરવો પડ્યો. સોશિયલ મીડિયા પર પ્રતિબંધના કારણે શનિવારે સાંજથી ઈન્ટરનેટ સેવા બંધ છે. આ પ્રતિબંધ હાલમાં 19 ફેબ્રુઆરી સુધી લાગુ છે.