હરિયાણાના નૂહમાં ઈન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. અહીં બે અઠવાડિયા પહેલા સાંપ્રદાયિક અથડામણોની ઘટના બની હતી, જેમાં છ લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હવે અહીં ફરી ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ સ્પીડ ઓછી રખાઈ છે. વીડિયો ડાઉનલોડ થઈ રહ્યાં નથી.