આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અમદાવાદમાં પણ કરવામાં આવી હતી. આજે શહેરમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે વિશાળ સંખ્યામાં યોગ પ્રેમીઓ એકઠાં થયા હતા. રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત યોગ સાધકોનુ સન્માન કરવામાં આવ્યું હતું. શહેરમાં અનેક સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાયા હતા.