Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં ફરી એકવાર ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ યોજાયો છે. રિવરફ્રન્ટ ખાતે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2023 શરુ થઈ ચૂક્યો છે. આ વર્ષનો ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ G20 સમિટની થીમ પર યોજાયો છે. આજે સવારે આઠ વાગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ પતંગ મહોત્વસ આગામી 14 જાન્યુઆરી સુધી યોજાશે. આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજો જોડાયા છે. આ વર્ષે અંદાજે 56 દેશનો પતંગબાજો ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં જોડાયા છે. મહત્વનું છે કે, ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલની શરુઆત વખતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અહીં વિવિધ પ્રકારના નાના મોટા પતંગો જોવા મળ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ