-
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર એક રમતવીર એવો છે કે જેણે આંતર રાષ્ટ્રીય કક્ષાએ 6 ગોલ્ડ મેડલ, 5 સિલવર અને 1 બ્રોંઝ મેડલ જીત્યા છે. હરિશકુમાર વર્મા નામના આ રમતવીરના પગ કામ કરતા નથી. તે આર્મ રેસ્લરની રમતમાં ભાગ લે છે. અને એવા રમતવીરને આર્મ રેસ્લર કહેવાય છે. આ રમતવીરનો દર્દ છલકે છે કે આટલા મેડલ જીત્યા પછી પણ તેને 12 હજારના પગારે કરાર પર કામ કરવું પડે છે. એટલુ જ નહીં દેશ-વિદેશમાં રમતમાં ભાગ લેવા જાય ત્યારે તેનો પગાર કાપી લેવાય છે...! તેની માંગ છે કે એથ્લેટ સરિતા ગાયકવાડે એક ગોલ્ડ જીત્યો તો ગુજરાત સરકારે એક કરોડ આપ્યા જ્યારે તેમણે આર્મ રેસ્લરમાં 6-6 ગોલ્ડ મેડલ જીત્યા છતાં તેમને સરકારી નોકરીનાં લેવાતા નથી કે સરિતાની જેમ કોઇ રોકડ પુરસ્કાર પણ મળતા નથી. પોતાની સાથે અન્યાય થઇ રહ્યાંની લાગણી તેમણે વ્યક્ત કરી હતી.