છેલ્લા નવ મહીનાથી સરકારી બોન્ડ યીલ્ડમાં સતત વધારાથી પહેલી એપ્રિલથી શરૂ થતાં આગામી ત્રીમાસીક ગાળા માટે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો થઈ શકે છે. પહેલી જાન્યુઆરી પછી દસ વર્ષ માટેના સરકારી બોન્ડની સરેરાશ યીલ્ડ 7.5 ટકા રહી છે. પબ્લીક પ્રોવિન્ડન્ટ ફંડ અને અન્ય નાની બચત યોજનાઓના વ્યાજદરમાં 0.15 થી 0.20 ટકા સુધીનો વધારો થઈ શકે છે.