અફઘાનિસ્તાનમાંથી ફરી એક વખત તાલિબાનો દ્વારા લઘુમતીઓ અને ભૂતપૂર્વ સરકાર, અમેરિકન તથા નાટો દળોને મદદ કરનારા લોકોની હત્યા શરૂ કરાઈ હોવાના સમાચારની સાથે નાગરિકોમાં તાલિબાનોનું જૂનું શાસન ફરી આવવાનો ભય ફેલાયો છે. બીજીબાજુ કાબુલમાં નાગરિકો દ્વારા તાલિબાનો વિરુદ્ધ શરૂ થયેલા દેખાવો અન્ય શહેરોમાં પ્રસર્યા છે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે નાગરિકોના દેખાવોનું સમર્થન કર્યું છે. સ્થાનિક વિદ્રોહી જૂથોએ ત્રણ જિલ્લા તાલિબાનોના કબજામાંથી છોડાવ્યા છે.