સુરતમાં બેફામ સિટી બસનો આતંક યથાવત છે. અહીં બમરોલીમાં સિટી બસ ચાલકે પિતા-પુત્રને અડફેટે લેતા પુત્રનું મોત થયું છે. સિટી બસે બાઇકને ટક્કરે મારતા બાઇકમાં સવાર બાળકનું મોત થયુ છે. ઘટના વહેલી સવારે 6.30 વાગ્યે બની હતી. પુત્રને બાઈક પર શાળાએ છોડવા જતા સમયે અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.
સુરતમાં બેફામ દોડતી પાલિકા સંચાલિત બ્લ્યુ સીટી બસની અડફેટે પરિવારના આશાસ્પદ ધોરણ -11 ના વિધાર્થીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. વિધાર્થના મોતના પગલે સ્થળ પર એકઠા થયેલા લોકટોળાએ તાત્કાલિક આ બસ ચાલકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. જ્યાં મૃતક વિધાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે. મૃતક વિધાર્થીના પરિવારે બસ ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.
સુરતના બમરોલી વિસ્તારમાં આ ઘટના બની હતી. 120 ફૂટ રોડ પર સિટી બસે બાઇક સવાર પિતા-પુત્રને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં માસુમ પુત્રનું મોત નિપજ્યુ છે. બાઈક સવાર પિતા પુત્રને અડફેટે લેતા માસુમ વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વહેલી સવારે 6:30 કલાકે બનેલી અકસ્માતની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. દીકરાને શાળા છોડવા જતી વેળાએ બ્લ્યુ બસના ચાલકે બાઇક સવાર પિતા-પુત્રને અડફેટે ચઢાવ્યા હતા. પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરી છે.
Accident: વડોદરાના વરસાડા નજીક નેશનલ હાઇવે 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં ઓવર સ્પીડમાં આવતા કન્ટેનરના ડ્રાઇવરે સર્જાયો હતો. .કન્ટેરના ડ્રાઇવરે સ્ટિંયરિગ પરથી કાબૂ ગૂમાવતા કન્ટેનર ડિવાઇડર કુદાવીને એસટી બસની સાથે અથડાયું હતું. અકસ્માતમાં એસટીના ડ્રાઇવર કન્ડક્ટર સહિત 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તેમને તાબતતોબ સારવાર માટે SSG હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. વડોદરા થી સુરત તરફ તું કન્ટેનર જતું હતું. અહીં આજ ટ્રેક પર જતી એસટી બસને કન્ટેનરે અડફેટે લીધું હતું.
વડોદરા નજીક અકસ્માતમાં બાઇક સવારનો પગ કપાયો
વડોદરા નજીક સર્જાયેલા અકસ્માતમાં બાઇકર્સ ખૂબ ગંભીર રીતે ઘવાતા પગ કપાઇ ગયો હતો. વડોદરાના ડભોઈ સરિતા ક્રોસિંગ પર અકસ્માત સર્જાયો હતો. બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલક પર અન્ય વાહનનું ટાયર ફરી વળતા પગ કપાયો ગયો હતો. અકસ્માતને પગલે સર્જાયો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.