સુપ્રીમ કોર્ટે ઉશ્કેરણીજનક ભાષણો કે નિવેદનોને લઇને આકરુ વલણ અપનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સમક્ષ આવા ભાષણો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને પૂછ્યું હતું કે સરકાર ઉશ્કેરણીજનક ભાષણો મુદ્દે કેમ મૂકદર્શક બની રહી છે? સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે દેશ આવા ભાષણોને કારણે કઇ દિશા તરફ જઇ રહ્યો છે? અગાઉ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે દેશમાં નફરતી ભાષણો અટકાવવા માટે કોઇ ચોક્કસ કાયદો નથી, અન્ય કાયદા પર નિર્ભર રહેવુ પડે છે.