પંજાબની મહિલા કોન્સ્ટેબલ અમનદીપ કૌર પાસેથી ૧૭.૭૧ ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું જેને પગલે તેની ધરપકડ કરાઇ છે સાથે જ પોલીસ વિભાગમાંથી તેની હકાલપટ્ટી કરવામાં આવી છે. અમનદીપ પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે સાથે જ મોંઘી કારો પણ રાખે છે જેની પણ પોલીસ દ્વારા તપાસ કરાશે.