આજે ભારતીય નેવી માટે ખાસ દિવસ છે અને આજે નેવીમાં મિસાઈલ અને રોકેટ લોન્ચરથી સજ્જ INS મોરમુગાવ સામેલ કરવામાં આવશે અને ભારતીય નેવીની તાકાતમાં વધારો થશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ મુંબઈમાં ભારતીય નેવીને આધુનિક સેન્સર અને રડારથી સજ્જ યુદ્ધ જહાજ સોંપશે. હિંદ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિઓ વચ્ચે આ યુદ્ધ જહાજનું જોડાવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મુંબઈમાં મઝાગોન ડોકયાર્ડ ખાતે બનેલ INS મોરમુગાવ અસંખ્ય સુવિધાઓ ધરાવે છે.